
જામનગર, 02 જુલાઈ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢથી બર્ધનચોક અને માંડવી ટાવર સુધીના માર્ગ ઉપર રેકડી પથારાના દબાણોને દૂર કરવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને 6 રેકડી, 10 પથારા તેમજ અન્ય પથારાને લગત માલ સામાન વગેરે બે જેટલા ટ્રેક્ટરમાં માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવા આવ્યા હતા.
મહાનગરપાલિકાના દબાણ હટાવ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાની રાહબરી હેઠળની ટુકડીએ ગઈકાલે સાંજે સૌપ્રથમ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, ત્યારે ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી. આજે પણ સવારથી રેકડી પથારા ગુમ થઈ ગયેલા જોવા મળે છે. ત્યારબાદ આજે સવારે શાકમાર્કેટ વિસ્તારમાં પણ ઝુંબેશ હાથ ક્ષરી હતી. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા, કે જેઓ ખુદ આજે ઉપરોકત વિસ્તારમાં સર્વે માટે નીકળ્યા હતા. તે પહેલા દબાણ હટાવ ઝુંબેશને ફરીથી વહેલી સવારે હાથ ધરી શાક બકાલાની આઠ રેકડીઓ તેમજ 12 જેટલા વજન કાંટા વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા. આ સમયે પણ ભારે દોડધામ થઈ હતી. અને ત્યારબાદ શાકમાર્કેટ વિસ્તારમાં વાહન વ્યવહાર સરખી રીતે ચાલી શકે તે પ્રકારની ન લાગતો ખુલ્લો જોવા મળ્યો હતો. કમિશનર દીપેશ કેડીયાએ ઉપરોક્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આવેળાએ તેઓની સાથે આસી. કમિશનર મુકેશ વરણવા તેમજ અન્ય સ્ટાફ જોડાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

