Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં ભાડાવાળી દુકાન ખાલી કરાવવાનો મકાન માલિકનો દાવો ફગાવાયો: ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે અપીલ રદ કરી

જામનગરમાં ભાડાવાળી દુકાન ખાલી કરાવવાનો મકાન માલિકનો દાવો ફગાવાયો: ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે અપીલ રદ કરી

જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં મકાન માલિક દ્વારા ભાડાવાળી દુકાનમાં કાયમી ગેરકાયદેસર બાંધકામ કરવા તેમજ અયોગ્ય પ્રવૃત્તિ કરવાના આધાર પર ભાડૂઆત પાસેથી દુકાન ખાલી કરાવવા માટે કરાયેલી કાનૂની અપીલને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રદ કરી છે. નીચલી અદાલતે મકાન માલિકનો દાવો નામંજૂર કર્યો હતો, જેને એપેલેટ કોર્ટે પણ યોગ્ય ઠેરવીને મૂળ ચુકાદો યથાવત રાખ્યો છે.

આ ચુકાદાથી ભાડૂઆત ધીરજલાલ પટેલને મોટી કાનૂની રાહત મળી છે.

કેસની વિગતો અનુસાર, પ્રાણલાલ છગનલાલ દોશીએ તેમની માલિકીની જી.જી. હોસ્પિટલ પાછળ, હિંમતનગર મેઈન રોડ પર આવેલી દુકાન નંબર ૫૨ ધીરજલાલ જેરામભાઈ પટેલને ભાડે આપી હતી. ત્યારબાદ ભાડૂઆત દ્વારા દુકાનમાં કાયમી બાંધકામ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનો આરોપ મૂકી મકાન માલિકે જામનગરની સિવિલ કોર્ટમાં જગ્યા ખાલી કરાવવા દાવો દાખલ કર્યો હતો. જોકે, કોર્ટે ભાડૂઆત તરફે રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલો અને કાનૂની ઓથોરિટી ધ્યાને લઈ મકાન માલિકનો દાવો રદ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ પ્રાણલાલ દોશીએ વર્ષ ૨૦૧૮માં સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. અપીલની સુનાવણી દરમિયાન પણ વાદીના આક્ષેપો સાબિત ન થતાં એપેલેટ કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી છે. આ કામે રેસ્પોન્ડન્ટ ધીરજલાલ જે. પટેલ તરફે વકીલ એસ.આર. કણજારીયા રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati