Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરે 3.22 લાખની ઉચાપત કરી

જામનગરમાં ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરે 3.22 લાખની ઉચાપત કરી

જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે ટ્રાન્સપોર્ટની ગાડીઓ ભાડે આપવાના વ્યવહારમાંથી મળેલી રકમ પોતાના તથા પોતાના ભાઇના બેંક ખાતામાં જમા કરાવી કંપનીના ખાતામાં ન નાખી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ છે. આ સમગ્ર મામલે રૂ.3.22 લાખની રકમનો ગેરવહીવટ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જામનગરના ઢીચડા વિસ્તારમાં રહેતા આશિષભાઇ અગ્રવાલ મોટી ખાવડી ખાતે છેલ્લા આશરે 15 વર્ષથી અગ્રવાલ મુવર્સ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ટ્રાન્સપોર્ટમાં વર્ષ 2017થી કુલદિપસિંગ નંદસિંગ કરમસૌથ નામનો શખ્સ સફાઇ કામ કરતો હતો અને વર્ષ 2022થી તેને સુપરવાઇઝર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

ગાડીઓ ભાડે લેવી તેમજ ભાડે આપવી અને તેના પેમેન્ટની લેવડદેવડનું કામ પણ તે જ સંભાળતો હતો. ડિસેમ્બર 2024થી ઓક્ટોબર 2025 દરમિયાન અગ્રવાલ મુવર્સની અલગ-અલગ ટ્રેલર ગાડીઓ વિવિધ ટ્રાન્સપોર્ટ તથા કંપનીઓને ભાડે આપવામાં આવી હતી. આ વ્યવહારોમાંથી મળવાની રકમમાંથી કુલ રૂ.3,22,500 કુલદિપસિંગે અગ્રવાલ મુવર્સના બેંક ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના તથા પોતાના ભાઇના બેંક ખાતામાં ફોન-પે મારફતે જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ ગાડી નંબર GJ-10-TX-6711ના ભાડાની રકમમાંથી રૂ.90,000, બીજી વખત આ જ ગાડીના ભાડામાંથી રૂ.34,000, GJ-12-BZ-2103ના વ્યવહારમાંથી રૂ.75,000, GJ-12-BX-9911માંથી રૂ.10,000, NL-01-AD-7991માંથી રૂ.60,000 તેમજ ફરી GJ-12-BZ-2103ના ભાડામાંથી રૂ.53,500 પોતાના તથા ભાઇના ખાતામાં ઓનલાઇન જમા કરાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આમ કુલ રૂ.3,22,500ની રકમ ટ્રાન્સપોર્ટના ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે વાપરી કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati