Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો

જામનગરમાં વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો

જામનગર, 02 જુલાઈ (હિ.સ.) જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલી શાળા નં.19ના પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થીને માર મારવા, તેના પિતાને ધક્કો મારી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ધમકી આપ્યાની ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે કડિયાકામ કરતા પ્રવિણ અરજણભાઈ પાંડાવદરાના પુત્ર શાળા નં.19માં અભ્યાસ કરે છે.29 જૂનના રોજ વિદ્યાર્થીએ વર્ગ દરમિયાન વોશરૂમ જવાની પરવાનગી માંગતા શાળાના પ્રિન્સિપાલ રામભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને વિદ્યાર્થીને ડાબા કાનના ભાગે બે ઝાપટ મારી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બાદમાં પ્રવિણ પાંડાવદરા આ બાબતે પ્રિન્સિપાલને પૂછપરછ કરવા પહોંચ્યા હતા.

તે દરમિયાન પ્રિન્સિપાલે તેમને ધક્કો મારી ગાળો બોલી ઝઘડો કર્યો હતો તેમજ તેમની જાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારી, તારે જે કરવું હોય તે કરી લે, હું કોઈથી બીતો નથી કહી ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 351(2), 352 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati