Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જેન-ઝી ને સાધવાની વ્યૂહરચના પર ભાજપની મોટી બેઠક, યુવા નેતાઓ પાસેથી સમજશે દેશનો મિજાજ

જેન-ઝી ને સાધવાની વ્યૂહરચના પર ભાજપની મોટી બેઠક, યુવા નેતાઓ પાસેથી સમજશે દેશનો મિજાજ

નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે દેશની નવી યુવા પેઢી, એટલે કે જેન-ઝી વચ્ચે પોતાની પકડ મજબૂત કરવાની વ્યૂહરચના પર ભાર મૂકી રહી છે. યુવાનોની બદલાતી વિચારસરણી, તેમની પ્રાથમિકતાઓ અને વર્તમાન પડકારોને સમજવા માટે પાર્ટીએ પોતાના પસંદગીના યુવા નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક ભાજપ અધ્યક્ષ નિતિન નબીન દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.

બેઠક શનિવારે સવારે 11 વાગ્યે ભાજપ મુખ્યાલયમાં યોજાશે. પાર્ટી સૂત્રો અનુસાર, તેમાં દેશભરમાંથી લગભગ 45 નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. દરેક રાજ્યમાંથી બે થી ત્રણ નેતાઓને બેઠકમાં સામેલ કરવામાં આવશે તેવી માહિતી છે. બેઠકમાં જેન-ઝી અને યુવા પેઢીના બદલાતા મિજાજ, તેમની પ્રાથમિકતાઓ અને તેમની સામેના પડકારો પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.

આ સાથે જ આ વાત પર પણ મંથન કરવામાં આવશે કે, યુવાનો સાથે જોડાયેલા મુદ્દાઓને રાજકીય અને સંગઠનાત્મક સ્તરે કઈ રીતે વધુ સારી રીતે સમજવામાં અને સંબોધિત કરવામાં આવે. પાર્ટી નેતૃત્વનું ધ્યાન યુવાનો સાથે સંવાદ વધારવા અને તેમની આકાંક્ષાઓને સીધી રીતે સમજવા પર રહેવાની અપેક્ષા છે.

આ બેઠકમાં વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ, વર્તમાન અને પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો તથા વિવિધ રાજ્યોમાં મંત્રી પદ સંભાળી રહેલા નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ભાજપ નેતૃત્વ અલગ-અલગ રાજ્યો, ક્ષેત્રો અને રાજકીય અનુભવ ધરાવતા યુવા નેતાઓ સાથે સીધા સંવાદ દ્વારા દેશના યુવાનોની વિચારસરણી અને અપેક્ષાઓને સમજવા માંગે છે.

બેઠકમાં યુવાનો સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તેમાં રોજગાર, શિક્ષણ, ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન અને બદલાતી સામાજિક-આર્થિક પ્રાથમિકતાઓ મુખ્ય વિષય હોઈ શકે છે. આ ઉપરાંત, પાર્ટી યુવાનો સુધી પોતાની નીતિઓ અને કાર્યક્રમોની પહોંચને વધુ અસરકારક બનાવવા તથા યુવા મતદારો સાથે સંવાદની નવી રીતો પર પણ વિચાર કરી શકે છે.

ભાજપની આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે દેશના રાજકારણમાં યુવા મતદારોની ભૂમિકા સતત મહત્વપૂર્ણ બની રહી છે. એવું માનવામાં આવે છે કે, પાર્ટીની આ પહેલ જેન-ઝી અને યુવા મતદારો વચ્ચે પોતાની પહોંચ મજબૂત કરવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. આવનારા સમયમાં આ બેઠકમાંથી નીકળેલા સૂચનોને પાર્ટીની સંગઠનાત્મક અને રાજકીય વ્યૂહરચનામાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati