Dailyhunt
જિલ્લા કલેક્ટર દ્વારા મંડાલી ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત

જિલ્લા કલેક્ટર દ્વારા મંડાલી ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત

મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા તાલુકાના મંડાલી ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, દવાઓનો જથ્થો, સ્ટાફની હાજરી તથા દર્દીઓને આપવામાં આવતી સારવારની પ્રક્રિયાની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે અંગે ખાસ ધ્યાન આપવા સૂચનાઓ આપી હતી. સાથે જ આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.

સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા, જરૂરી સાધનો અને દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બને અને લોકો સુધી આરોગ્ય સુવિધાઓ સરળતાથી પહોંચે તે માટે સતત મોનીટરીંગ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

આ મુલાકાતથી મંડાલી ગામમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનશે અને નાગરિકોને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati