Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ કેશોદ અને માંગરોળના અસરગ્રસ્ત વિસ્તારોની લઈ સ્થળ પર જ સ્થિતિની સમીક્ષા કરી

જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ કેશોદ અને માંગરોળના અસરગ્રસ્ત વિસ્તારોની લઈ સ્થળ પર જ સ્થિતિની સમીક્ષા કરી

જુનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જૂનાગઢ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે આજે કેશોદ અને માંગરોળ શહેરની મુલાકાત લઈ સ્થળ પર જ સ્થિતિની સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેક્ટરએ કેશોદ શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક અધિકારીઓ પાસેથી ભારે વરસાદ સંદર્ભે થયેલી તૈયારીઓની વિગતો મેળવી હતી.

ઉપરાંત, સતત એલર્ટ રહેવા અને સ્થિતિ પર ઝીણવટભરી દેખરેખ રાખવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ આવશ્યકતા મુજબ ખાસ સ્થળાંતર સંદર્ભે પણ જરૂરી પરામર્શ કર્યો હતો. આ સાથે જ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા કલેક્ટરની આ મુલાકાતમાં NDRFની ટીમ પણ જોડાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ NDRF ટીમના અધિકારીઓ સાથે બચાવ કાર્ય માટે ઉપલબ્ધ ટેકનિકલ સાધનો વગેરેની જાણકારી મેળવી હતી.

જિલ્લા કલેક્ટરએ માંગરોળ શહેરના નીચાણવાળા વિસ્તારોની પ્રાંત અધિકારી કિસન ગરસર, મામલતદાર સહિતના અધિકારીઓ સાથે મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેક્ટરની કેશોદ ખાતેની મુલાકાત દરમિયાન મામલતદાર સંદીપ મહેતા, ચીફ ઓફિસર મુકેશ વાઘેલા સહિતના સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati