Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જૂનાગઢના ચોકી ગામે બાળકોને ડિફ્થેરિયા, કાળી ખાંસી અને ધનુર રોગ સામે રસી આપી રક્ષિત કરાયા

જૂનાગઢના ચોકી ગામે બાળકોને ડિફ્થેરિયા, કાળી ખાંસી અને ધનુર રોગ સામે રસી આપી રક્ષિત કરાયા

- પ્રાથમિક શાળામાં પાત્ર વિદ્યાર્થીઓને ડીપીટી બુસ્ટર-૨ અને ટીડી-૧૦ રસી અપાઈ

જૂનાગઢ, 07 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢના ચોકી ગામે બાળકોને ડિફ્થેરિયા, કાળી ખાંસી અને ધનુર રોગ સામે રસી રક્ષિત આપીને રક્ષિત કરવામાં આવ્યા છે. ચોકી ગામના આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા આધારિત રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ડીપીટી બુસ્ટર-૨ અને ટીડી-૧૦ રસી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ મુજબ પાત્ર બાળકોને ડીપીટી બુસ્ટર-2 (DPT Booster-2) તથા ટીડી-10 (Td-10) રસી આપવામાં આવી હતી. આ રસીકરણનો મુખ્ય હેતુ બાળકોને ડિફ્થેરિયા, કાળી ખાંસી (પર્ટ્યુસિસ) અને ધનુર (ટેટનસ) જેવા ગંભીર રોગોથી સુરક્ષા પૂરી પાડવાનો છે. શાળા આધારિત અભિયાન દ્વારા પાત્ર બાળકો સુધી રસીકરણની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવે છે.

કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોના આરોગ્યની જરૂરી કાળજી રાખી સુરક્ષિત રીતે રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ANM, CHO, MPHW તેમજ આશા બહેનોએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. શાળાના આચાર્ય શિક્ષકગણ તથા સ્ટાફે પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

આયુષ્માન આરોગ્ય મંદિર, ચોકી દ્વારા વાલીઓને બાળકોનું સમયસર રસીકરણ કરાવવા અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati