Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કમલાબાગ વિસ્તારના NDPS કેસનો ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

કમલાબાગ વિસ્તારના NDPS કેસનો ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : કમલાબાગ

પોલીસ સ્ટેશનના મીલપરા પોલીસ ચોકી વિસ્તારમાં નોંધાયેલા NDPSના ગુનામાં છેલ્લા

અઢી-ત્રણ મહિનાથી પોલીસ પકડથી બચવા માટે નાસતો-ફરતો આરોપી મધ્યપ્રદેશના અશોકનગરમાંથી ઝડપાયો છે. કમલાબાગ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી

કરી આરોપીને ઝડપી પાડી પોરબંદર લાવવામાં

આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ NDPSના ગુનામાં આરોપી શોભા ઉર્ફે ટોન્ટી વિનોદભાઈ ગીર (ઉ.વ.24)એ આરોપી રાજેશકુમાર આશારામ લોધી મારફતે ગાંજો પોરબંદર મોકલાવ્યો હતો. ગાંજાનો કુલ 3 કિલો 104 ગ્રામ જથ્થો,

જેની કિંમતરૂ.1,55,200 હતી. આ જથ્થો અન્ય આરોપીઓને આપવા માટે મોકલાયો હોવાનો પોલીસનો દાવો છે. આ કેસમાં અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે શોભા ઉર્ફે ટોન્ટી પોલીસ પકડથી બચવા માટે ફરાર હતો.આરોપીને ઝડપી પાડવા કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.ડી. વાંદા તથા લોકરક્ષક કૌશિકકુમાર રામજીભાઈ સોલંકી અને પ્રકાશ ગોવિંદભાઈ કળોતરાએ તપાસ હાથ ધરી હતી.

ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમે

મધ્યપ્રદેશના અશોકનગર શહેરની જેલ કોલોની વિસ્તારમાં આરોપીના રહેણાંક મકાન પર વહેલી સવારે

દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ આરોપીએ પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ કરતાં તેને

ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અશોકનગર જિલ્લા ન્યાયાલયમાં રજૂ કરી 72 કલાકનું ટ્રાન્ઝિટ વોરંટ મેળવી આરોપીને પોરબંદર લાવવામાં

લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati