Dailyhunt
કતારગામમાં મહિલાને બિભસ્ત ઈશારા કરનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

કતારગામમાં મહિલાને બિભસ્ત ઈશારા કરનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

સુરત, 02 એપ્રિલ (હિ.સ.) શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા ઓટો રિક્ષામાં બેસી ઘરે જવા નીકળી હતી. આ સમયે ઓટો રીક્ષા ચાલકે કતારગામ વિસ્તારમાં આબા તલાવડી પાસે ઓટો રીક્ષા ઉભી રાખી શૌચાલયમાં ગયો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસેલી મહિલાને બિભસ્ત ઈશારા કર્યા હતા. જેથી મહિલા ઓટોરિક્ષામાંથી ઉતરીને ચાલવા લાગતા ઓટો રીક્ષા ચાલકે તેમની પાછળ પાછળ જઈ તેમની સાથે ગેરવર્તણુક કરી તેમને અડપલા કરવાની કોશિશ કરી હતી એટલું જ નહીં પરંતુ પોતાના મોબાઈલમાં ફોટા પાડી તેરે સે જ્યાદા મેરી પહેચાન હે પોલીસ મેં તેમ કહીને એલફેલ ગાળો આપી પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી ભોગ બનનાર મહિલાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati