
નવી દિલ્હી, 1 જુલાઈ, (હી.સ.) જુલાઈના પહેલા દિવસે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો વજનના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, આજેથી દેશના વિવિધ રાજ્યોમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 174 રૂપિયા થી 183.50 રૂપિયા સસ્તા થઈ ગયા છે. વાણિજ્યિક એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સૌથી વધુ 183.50 રૂપિયાનો ઘટાડો દિલ્હીમાં કરવામાં આવ્યો છે, જ્યારે સૌથી ઓછો ઘટાડો કોલકાતામાં 174 રૂપિયાનો કરવામાં આવ્યો છે.
સસ્તા ગેસ સિલિન્ડરથી રેસ્ટોરાં, ઢાબા અથવા કેટરિંગ સેવાઓ ચલાવતા વ્યાપારી વર્ગના ગ્રાહકોને રાહત મળશે. એલપીજી ગેસના ભાવમાં આ ઘટાડો માત્ર વાણિજ્યિક શ્રેણીના સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. 14.2 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
ઓઇલ માર્કેટિંગ કંપનીના જણાવ્યા અનુસાર કિંમતોમાં ઘટાડા પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 3,113.5 રૂપિયાથી ઘટીને 2,930 રૂપિયા થઈ ગયા છે. એ જ રીતે મુંબઈમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 182 રૂપિયા ઘટીને 2885.50 રૂપિયા પર ઉપલબ્ધ છે. કોલકતામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 174 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોલકતામાં 19 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર આજથી 3,081.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 177 રૂપિયા સસ્તું થઈને 3,106 રૂપિયા થઈ ગયું છે. દિલ્હીને અડીને આવેલા એન.સી.આર. વિસ્તારમાં નોઇડામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹183.5 સસ્તા થઈને ₹2930 થયા છે, જ્યારે ગુરુગ્રામમાં 19 કિલોના એલપીજી સિલિન્ડર ₹182.5 સસ્તા થઈને ₹2947.5 માં ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર /યોગિતા પાઠક/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

