ખાસ ખબર
કોરોના મહામારીમાં બંધ કરેલી લાડુ પ્રસાદી ભગવાન શામળીયાના દરબારમાં ફરીથી લાડું નો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો.

મોડાસા, 24 જાન્યુઆરી (હિ. સ.) લાડું નો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ ભોજનાલય બંધ છે તે પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવ્યા માટે દુર દુર થી ભક્તો આવે છે.ભગવાનના દશૅન કરીને ધન્યતા અનુભવે છે. ભગવાન શામળીયાના દર્શન કરી ને મંદિર ટ્રસ્ટ દ્વારા મગજ નાં લાડું પ્રસાદી રૂપે આપવામાં આવે છે. લાડું ચોખ્ખા ધીમાં બનાવવામાં આવે છે.ભકતોને આ લાડું બહું જ ભાવતા હોય છે પોતાના ધરે પણ આ લાડું ની પ્રસાદી લઈ જાય છે.કોરોના મહામારીમાં સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા મગજ નાં લાડું ની પ્રસાદી તથા રાજભોગ ભોજનાલય બંધ કરવામાં આવ્યું હતું.દસ મહિના પછી આજથી લાડું નો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો.જેથી ભક્તો આનંદ થી લાડુ નો પ્રસાદ લઈ ને આનંદ ની અનુભૂતિ કરતા હતા.ભકતો માટે ટુંક સમયમાં રાજભોગ ભોજનાલય પણ શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્તાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ