Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા 'ખેત બચાઓ અભિયાન'ની પૂર્ણાહૂતિ 4400 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ, અલનીનોની અસર અને નિવારણ સહિતની ખેતીલક્ષી માહિતી અપાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા 'ખેત બચાઓ અભિયાન'ની પૂર્ણાહૂતિ 4400 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ, અલનીનોની અસર અને નિવારણ સહિતની ખેતીલક્ષી માહિતી અપાઈ

Hindusthan Samachar 3 months ago

સોમનાથ,2 જુલાઈ (હિ.સ.) કોડિનારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં 'ખેત બચાઓ અભિયાન' અંતર્ગત વેરાવળ, સૂત્રાપાડા, કોડિનાર, ગીરગઢડા અને તાલાલા તાલુકાના 100 જેટલા ગામોમાં 4400 થી વધુ ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ પદ્ધતિઓ, અલનીનોની અસર અને તેના પગલા નિવારણ સહિતની ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જુદા-જુદા વિષય નિષ્ણાંતો દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને તેના દ્વારા ખેતી ખર્ચમાં થતા ઘટાડા વિશે, સંતુલિત ખાતરનો ઉપયોગ, લીલા પડવાશનું વાવેતર કરી જમીનની ફળદ્રુપતા વધારવા, પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેમના જુદા-જુદા ઘટકો વિશે તથા જૈવિક ખાતર અને ખેતીમાં અલનિનોની અસર વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ સાથે જ ખેડૂતો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત કેવિકે ખાતે સરપંચઓનું સમેલન, વિવિધ ઈનપુટ ડીલરોની તાલીમ, કિસાન સમ્માન દિવસની ઉજવણી તથા વેરાવળના ચાંડૂવાવ ખાતે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી ભગીરથ ચૌધરીએ ખેડૂતો સાથે ગોષ્ઠી કરી હતી તથા વેરાવળ ખાતે ખેત બચાઓ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસવાદ યોજાયો હતો.

આમ, આ કાર્યક્રમમાં કેવિકેના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ, પ્રાકૃતિક કૃષિ બોર્ડ, બાગાયત વિભાગ તથા સરકારના વિવિધ વિભાગો અને જુદા-જુદા બિન સરકારી વિભાગોએ પણ સહભાગી બનીને સફળતાપૂર્વક ખેત બચાઓ અભિયાનને પૂર્ણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati