Dailyhunt
લગ્નની લાલચ આપી યુવતીનું ચાર વર્ષ શારીરિક શોષણ કરી તરછોડી દીધી

લગ્નની લાલચ આપી યુવતીનું ચાર વર્ષ શારીરિક શોષણ કરી તરછોડી દીધી

સુરત, 02 એપ્રિલ (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા યુવકે તેમના ઘર સામે રહેતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. તરબાદ શહેરમાં અલગ અલગ હોટલમાં લઈ જઈ તેમની સાથે સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું. જોકે બાદમાં તેમની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને જો તું મારો સંપર્ક કરશો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જેથી ભોગ બનનાર યુવતીએ તમામ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં ઈકલેરા રોડ પર સાંઈલક્ષ્‍મી સોસાયટીમાં રહેતો કિશનકુમાર પપ્પુ સરોજ અગાઉ ડિંડોલીમાં અન્ય સોસાયટીમાં વસવાટ કરતો હતો. આ સમયે તેમના ઘરની સામે રહેતી યુવતી સાથે તેમણે મિત્રતા કરી હતી અને ત્યારબાદ વર્ષ 2021 માં તેમને પ્રેમ કરતો હોવાની અને તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ યુવતી સાથે વિશ્વાસ ઉભો કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોટલમાં લઈ જઈ તેમની સાથે શારીરિક સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું. જોકે બાદમાં જુલાઈ 2024 બાદ કિશનકુમારે અવારનવાર તેની સાથે ઝઘડો કરી હું હવે તારી સાથે લગ્ન કરીશ નહીં અને જો તું હવે પછી મારો સંપર્ક કરશે કે મને મળશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરકુમાર પપ્પુ સરોજ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati