Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લાઠીના દુધાળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન, ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ

લાઠીના દુધાળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન, ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ

અમરેલી, 27 ઓગસ્ટ (હિ.સ.)

લાઠીના દુધાળા ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન થયું છે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ અમિત શાહના વરદહસ્તે કરવામાં આવ્યું છે. અમિત શાહનું હેલિકોપ્ટર દુધાળા ખાતે લેન્ડિંગ થતાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દુધાળા ખાતે પધાર્યા હતા.

અમિત શાહનું ઉર્જામંત્રી કૌશિક વેકરિયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સહિતના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

લગભગ 80 હજાર ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ગુજરાત ગૌરવ સરોવરમાં 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. રૂ. 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ સરોવર આસપાસના વિસ્તાર માટે પાણી સંચય અને જળસંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, હીરા સોલંકી અને જનક તળાવિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી છે.

હાલમાં સભાસ્થળે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. થોડીવારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભાસ્થળે પહોંચીને વિશાળ જનસભાને સંબોધન કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati