Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લોકસભાએ 'બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ-2026' ને, ધ્વનિ મતથી મંજૂરી આપી

લોકસભાએ 'બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ-2026' ને, ધ્વનિ મતથી મંજૂરી આપી

-લોકસભાની કાર્યવાહી ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત

નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.) લોકસભાએ બુધવારે વિપક્ષી સભ્યોના સતત હોબાળા વચ્ચે, 'બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ-2026' ને ધ્વનિ મતથી મંજૂરી આપી દીધી. આ સાથે જ હોબાળાને કારણે, લોકસભાની કાર્યવાહી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

લોકસભામાંથી પસાર થયેલું આ વિધેયક બેન્કર્સ બુક્સ (બેંકોના રેકોર્ડ) સાથે સંકળાયેલા પુરાવાઓ માટે, કાયદો બનાવવા અને તેને આજના ડિજિટલ બેન્કિંગ પદ્ધતિઓને અનુરૂપ બનાવવા, આ સાથે જ તેનાથી સંકળાયેલા અથવા તેનાથી સંબંધિત બાબતો માટે જોગવાઈ કરે છે.

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે. લોકસભામાં 'બેન્કર્સ બુક્સ એવિડન્સ વિધેયક-2026' રજૂ કર્યું હતું. આ વિધેયક વસાહતી કાળના 125 વર્ષ જૂના બેન્કકાર બહી સાક્ષ્‍ય અધિનિયમ-1891 નું સ્થાન લેશે.

આ વિધેયકનો હેતુ બેન્કરોના પુસ્તકો સાથે સંકળાયેલા પુરાવાઓ માટે, કાયદો બનાવવાનો અને તેને આજના ડિજિટલ બેન્કિંગ પદ્ધતિઓને અનુરૂપ બનાવવાનો છે. વિધેયકનો લક્ષ્‍ય, હાલની બેન્કિંગ સિસ્ટમની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે. વિધેયકમાં એવી જોગવાઈ પણ છે કે, બેન્કરના પુસ્તકનો ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ પુરાવા તરીકે સ્વીકાર્ય, માન્ય અને કાનૂની રીતે લાગુ કરી શકાય તેવો હશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati