Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટરે ઉત્તર પ્રદેશની મહિલાનું પિતા સાથે કરાવ્યું પુનર્મિલન

મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટરે ઉત્તર પ્રદેશની મહિલાનું પિતા સાથે કરાવ્યું પુનર્મિલન

મહેસાણ, 04 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી ઉત્તર પ્રદેશની મહિલાને આશ્રય આપી તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવતાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલા ભટકતી હાલતમાં મહેસાણા પહોંચી હતી.

પોતાની ઓળખ આપી શકતી ન હોવાથી મહેસાણા તાલુકા પોલીસે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી હતી. અહીં મહિલાને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. સેન્ટરના સંચાલકોના સતત પ્રયાસોથી ઉત્તર પ્રદેશના વહીવટી તંત્ર અને પોલીસનો સંપર્ક સાધી મહિલાના પરિવારની શોધખોળ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મહિલાના પતિએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં પોલીસની મદદથી મહિલાના પિતાનો સંપર્ક થયો. પરિવારે જણાવ્યું કે ઘરેલુ હિંસા અને સતત માનસિક-શારીરિક ત્રાસને કારણે મહિલા ઘર છોડીને નીકળી ગઈ હતી.

અંતે મહિલાના પિતા મહેસાણા આવી પહોંચતા બંનેનું ભાવુક મિલન થયું. સખી વન સ્ટોપ સેન્ટરે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને મહિલાને સુરક્ષિત રીતે તેના પિતા સાથે વતન રવાના કરી હતી. મહિલાના પિતાએ દીકરીને સુરક્ષિત આશ્રય અને પરિવાર સાથે મિલન કરાવવા બદલ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati