Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહિલા સશક્તિકરણ માટે પ્રેરણારૂપ બન્યો લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટનો મહિલા પ્રેરણા ઉત્સવ

મહિલા સશક્તિકરણ માટે પ્રેરણારૂપ બન્યો લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટનો મહિલા પ્રેરણા ઉત્સવ

વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.) : શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ-ચીખલી-વાંસદા દ્વારા ઓધવ ભવન, વલસાડ ખાતે મહિલા પ્રેરણા ઉત્સવ અને વાર્ષિક સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજની તેજસ્વી મહિલાઓ અને પ્રતિભાશાળી દીકરીઓનું સન્માન કરી મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ખોડલધામના ટ્રસ્ટી તથા મહિલા આગેવાન જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં સફળતા પ્રાપ્ત કરનાર મહિલાઓએ જીવનમાં અનેક સંઘર્ષો અને ત્યાગ કર્યા બાદ આ સ્થાન મેળવ્યું છે.

સમાજની બહેનો અને દીકરીઓની પ્રતિભા, નેતૃત્વ ક્ષમતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા આવા કાર્યક્રમો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજાવી બહેનોને મૂલ્યો સાથે આગળ વધવાની અપીલ કરી હતી.

પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજની મહિલાઓ પરિવારના સહયોગ અને માતાઓના સંસ્કારોના બળે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી રહી છે. તેમણે માતાઓના યોગદાનને પણ સન્માનિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે મુખ્ય મહેમાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત મહિલાઓએ પોતાના અનુભવ રજૂ કરી ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી.

સમાજના ટ્રસ્ટી નિકુંજભાઈ કયાડાએ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, કુદરતી આપત્તિ સમયે રાહત કામગીરી તથા મેડિકલ કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

કાર્યક્રમમાં વાપી સમાજના પ્રમુખ નાનુભાઈ બાંભરોલીયા સહિત દિપકભાઈ ગુંદણીયા, દિનેશભાઈ સુદાણી, નિકુંજભાઈ કયાડા, જીતભાઈ રંગાણી, હેમલભાઈ સાવલીયા, વિજયભાઈ ઠુમ્મર, મહેશભાઈ ગજેરા, કિરીટભાઈ ગોંડલીયા, ભદ્રેશભાઈ સુદાણી, નીલેશ વોરા, વિજયભાઈ વિસાવડીયા, સંજયભાઈ ગજેરા સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati