Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેઘમાયા સોસાયટીમાં જુગારની ક્લબ પર અંજાર પોલીસનો દરોડો, 8 શખ્સો ઝડપાયા

મેઘમાયા સોસાયટીમાં જુગારની ક્લબ પર અંજાર પોલીસનો દરોડો, 8 શખ્સો ઝડપાયા

કચ્છ, 29 ઓગસ્ટ (હિ.સ.) રહેણાક મકાનમાં ગંજીપાનાથી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી, રોકડ સહિત રૂ.71,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અંજારના મેઘપર કુંભારડી વિસ્તારમાં આવેલા મેઘમાયા સોસાયટીમાં રહેણાક મકાનને જુગારના અખાડામાં ફેરવી ગંજીપાનાથી જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો અંજાર પોલીસે પર્દાફાશ કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા કુલ આઠ શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ.71,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અંજાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઘપર કુંભારડીના મેઘમાયા સોસાયટી વિસ્તારમાં રહેતો રાજેશ કાનજીભાઈ બુચીયા પોતાના રહેણાક મકાનમાં બહારથી લોકોને બોલાવી ગંજીપાનાથી જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેમજ જુગાર રમાડવા માટે નાલ ઉઘરાવી ક્લબ ચલાવવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રાજેશ કાનજીભાઈ બુચીયા સહિત અમૃતભાઈ વજાભાઈ બારોટ, અરવિંદભાઈ મણીલાલ સીજુ, દિપક કનૈયાલાલ ભદરૂ, જુસબશા અલીશા શેખ, કાંતીલાલ શામજીભાઈ ઘુડાર, પ્રવીણ ખેતશીભાઈ ઠુક્કર અને હમીર આતુભાઈ ધેડા મળી કુલ આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે રૂ.41,600 રોકડા, છ મોબાઇલ ફોન અને 52 ગંજીપાનાં મળી કુલ રૂ.71,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. ઝા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અંજાર પોલીસની આ કાર્યવાહીને કારણે રહેણાક વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર તંત્રએ કડક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati