ખાસ ખબર
મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રાડોર, કોરોના સંક્રમિત થયા
મેક્સિકો સિટી / નવી દિલ્હી, 25 જાન્યુઆરી (હિ.સ.) મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રાડોર એ રવિવારે કહ્યું છે કે, 'તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમાં કોરોનાના મામુલી લક્ષણો જોવા મળ્યાં છે.'
સોશિયલ મીડિયા પર એક સંદેશ આપતી વખતે તેમણે કહ્યું કે, 'તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમનામાં કોરોનાના મામુલી લક્ષણો જોવા મળ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે.' તેઓએ કહ્યું કે,' તેઓ આશાવાદી છે અને સૌ સાથે મળીને તેમાંથી બહાર આવશે.'
ઓબ્રાડોરને ઘણીવાર જાહેર સ્થળોએ અને માસ્ક વિના પ્રેસ કોન્ફરન્સમાં જોવામાં આવતા હતા. અમેરિકન કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોનટેક દ્વારા 24 ડિસેમ્બરે મેક્સિકોમાં માસ રસીકરણ કાર્યક્રમ શરૂ કરાયુ હતુ. આ સિવાય એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓક્સફર્ડની રસીઓને પણ મંજૂરી આપવામાં આવી છે. રસીકરણ દરમિયાન આરોગ્ય કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે અને આ સાથે માર્ચ સુધીમાં 65 વર્ષ સુધીના લોકોને પણ રસી આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ