Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેંદરડાના સમઢીયાળા ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા 19 લોકોનું દિલધડક રેસ્ક્યુ

મેંદરડાના સમઢીયાળા ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા 19 લોકોનું દિલધડક રેસ્ક્યુ

- વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને પહોંચી: બાળકો, વૃદ્ધો સહિત તમામ ૧૯ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

જુનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢીયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં એક રીક્ષા, કાર અને ઈકો ગાડીમાં ૧૯ જેટલા લોકો ફસાયા હતા.

આ તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સફળ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ઈમરજન્સી નંબર ૧૧૨ પરથી જૂનાગઢ ફાયર સર્વિસની ટીમને આ ઘટના અંગે જાણકારી મળી હતી. માહિતી મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જૂનાગઢ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્વરિત રાહત-બચાવની કામગીરી હાથ ધરી હતી.

વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ફાયર સર્વિસના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગરદાન ગઢવીની આગેવાનીમાં આ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર હોવા છતાં, ફાયર સર્વિસની ટીમે સુઝબુઝપૂર્વક ગાડીઓમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધો સહિત તમામ ૧૯ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

મુશ્કેલીના આ સમયે જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ આ પરિવારો માટે દેવદૂત સાબિત થઈ હતી અને તમામ લોકોને બચાવી લેવામાં મોટી સફળતા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati