Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુનો અનોખો અંદાજ, કમાટીબાગમાં યુવા કલાકારો વચ્ચે બેસી માણી સંગીત મહેફિલ

મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુનો અનોખો અંદાજ, કમાટીબાગમાં યુવા કલાકારો વચ્ચે બેસી માણી સંગીત મહેફિલ

વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુનો એક અનોખો અને સરળ સ્વભાવ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે યોજાયેલી યુવા કલાકારોની સંગીત મહેફિલમાં તેઓ સામાન્ય નાગરિકની જેમ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ખુરશી પર બેસવાને બદલે યુવાઓ વચ્ચે જ જમીન પર બેસી સંગીતનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

તેમની આ સાદગી અને સહજતાએ કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

સંગીત મહેફિલ દરમિયાન તેમણે યુવા કલાકારોના પ્રદર્શનને ધ્યાનપૂર્વક નિહાળ્યું અને સંગીતના તાલ સાથે જોડાઈ કલાકારોને પ્રોત્સાહન પણ આપ્યું. ઉપસ્થિત લોકોએ તેમના આ વ્યવહારને આવકાર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના આ અંદાજનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો તેમના સરળ અને સૌહાર્દપૂર્ણ સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે યુવા કલાકારો માટે પણ આ ક્ષણ યાદગાર બની રહી છે.

કમાટીબાગમાં યોજાતી આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શહેરના યુવા કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મહત્વનું મંચ પૂરું પાડી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati