Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નંબર પ્લેટ વગરના બાઈક સાથે યુવક ઝડપાયો, કાકોશી પોલીસનો વાહનચોરીનો ગુનો ડિટેક્ટ

નંબર પ્લેટ વગરના બાઈક સાથે યુવક ઝડપાયો, કાકોશી પોલીસનો વાહનચોરીનો ગુનો ડિટેક્ટ

મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.)

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પાલનપુર-મહેસાણા હાઇવે પર નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે એક યુવકને ઝડપી પાડી પાટણ જિલ્લાના કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરേന്ദ്രસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા વાહનચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવા પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન ખાનગી બાતમીના આધારે પાલનપુર-મહેસાણા હાઇવે પર સ્નો પાર્ક નજીક નંબર પ્લેટ વગરના બાઈક સાથે ઉભેલા એક શંકાસ્પદ યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.

પકડાયેલા યુવકની ઓળખ દિલીપજી બાલસંગજી જેણાજી (ઉંમર 21), રહે. સેહસા, નવાવાસ, તા. સિદ્ધપુર, જિ. પાટણ તરીકે થઈ છે. તેની પાસેથી કબજે કરાયેલા હોન્ડા સીબી શાઇન મોટરસાયકલની ટેક્નિકલ તપાસ દરમિયાન તે કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ માટે આરોપી અને કબજે કરાયેલ મોટરસાયકલ મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી હોવાનું એલસીબીએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati