Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નાનાપોંઢા પોલીસની મોટી સફળતા, પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

નાનાપોંઢા પોલીસની મોટી સફળતા, પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વલસાડ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

વલસાડ જિલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને નાનાપોંઢા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. સંદિપસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી વિવેકભાઇ સંજયભાઇ નિરવણ, ઉંમર 35 વર્ષ, રહે. કસબાપોર, સુથારવાડ, તા.જી. નવસારીને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં સી. પાર્ટ ગુ.ર. નં. 11200050251269/2025 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) તથા 116(ખ) મુજબ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.

ઝડપાયેલા આરોપીને આગળની તપાસ માટે ગુનાની તપાસ કરનાર એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ. જે. બી. ધનેશાને સુપ્રત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી નાનાપોંઢા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. કાતરીયાના માર્ગદર્શન હેઠળ અ.હે.કો. અશોકભાઇ બુધિયાભાઇ, અ.પો.કો. સંદિપસિંહ ઘનશ્યામસિંહ અને અ.પો.કો. ચંદુભાઇ મોતીયાભાઇ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati