Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નાંદોદ તાલુકાના જૂના રામપુરા અને વડિયા ગામની આંગણવાડીના બાળકો સાથે જિલ્લા કલેક્ટરએ કર્યો બાળસહજ સંવાદ

નાંદોદ તાલુકાના જૂના રામપુરા અને વડિયા ગામની આંગણવાડીના બાળકો સાથે જિલ્લા કલેક્ટરએ કર્યો બાળસહજ સંવાદ

- પંચાયતના દફ્તરની ચકાસણી સાથે શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી, ગામના નાગરિકો સાથે સંવાદ સાધી પ્રશ્નો અંગે પૃચ્છા કરી

રાજપીપળા,02 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ દ્વારા આજરોજ દફ્તર ચકાસણીના ભાગરૂપે નાંદોદ તાલુકાના જૂના રામપુરા અને વડિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત કચેરીના દફ્તરોની ચકાસણી કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ

કરીને વેરા વસુલાતની કામગીરી સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા તેમજ કોઈપણ નાગરિકના મૃત્યુ બાદ સમયમર્યાદામાં વારસાઈની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. ઉપરાંત, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરએ ગામની પ્રાથમિક શાળાના પરિસર અને બાળકોના અભ્યાસ સંબંધિત બાબતોની

જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે બાળસહજ સંવાદ સાધ્યો હતો તેમજ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.

તેમણે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓ અંગે

માહિતી મેળવી હતી. આ દરમિયાન ગામના નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નો અને

જરૂરીયાતો અંગે પૃચ્છા કરી હતી તથા સંબંધિત પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનો કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati