Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નવરંગ અને સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન યોજાયું.

નવરંગ અને સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન યોજાયું.

પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સાહિત્ય અકાદમી અને નવરંગ સાહિત્ય સંગીત

કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવરંગ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધી

સ્મૃતિ ભવન પોરબંદર ખાતે કવિ સંમેલન યોજાયું હતું.

પોરબંદરમાં નવ જેટલી કલાઓનો વ્યાપ વધારવા

છેલ્લા ચાર વર્ષથી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા કાર્યરત કરવામાં આવી

છે. આ સંસ્થા દ્વારા ચાર વર્ષમાં કલા અને સાહિત્ય માટેના અઢળક કાર્યક્રમોની ભેટ

પોરબંદરને આપવામાં આવી છે.

ગુજરાત સાહિત્ય અકાદમી અને નવરંગ સંસ્થા દ્વારા

ગાંધી સ્મૃતિ ભવન પોરબંદર ખાતે ભવ્ય કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કવિ

સંમેલનમાં ગુજરાતના ગૌરવશાળી કવિઓ જુગલ દરજી, શબનમ ખોજા, યોગેશ ગઢવી, લાખણશી આગઠ, જય પંડ્યા અને દર્શિલ ગોરાણિયાએ પોતાની

રચનાઓ રજૂ કરી મોડી રાત સુધી શ્રોતાઓને કવિતાઓમાં રસ તરબોળ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી

અર્જુન મોઢવાડીયા, જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી.તિરથાણી, મામલતદાર ભરતકુમાર સંચાણિયા, ડો. સુરેશ ગાંધી, સામાજિક આગેવાન અનિલ કારીયા, નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણિયા, જુદીજુદી સંસ્થાઓના આગેવાનો અને

સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન સ્વેતા કોટિયા અને કવિ

સંમેલનનું સંચાલન જય પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક ટીમ શુભમ

સામાણી, સુનિલ મોઢા, કિશન દાવડા અને નવરંગ સાહિત્ય સંગીત

કલા પ્રતિષ્ઠાનની સમગ્રટીમે જહેમત ઉઠાવી

હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati