Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે પોરબંદર જિલ્લાના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : નેપાળ- ચીન સરહદ નજીક આવેલા તિબેટ

તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક આવેલા પૂરના પગલે રસુપવા જિલ્લા સહિત

ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

પોરબંદર જિલ્લાના નાગરિકોને જિલ્લા

વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો તેમના પરિવારજનો, સગા- સંબંધીઓ કે પરિચિતો માંથી કોઈ

વ્યક્તિ નેપાળ ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાય

જરૂરિયાત હોય તો તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે ટોલ ફ્રી હેલ્પલાઇન

નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્વરિત મદદ માટે જિલ્લા ઇમરજન્સી

ઓપરેશન સેન્ટર (DEOC) ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 અથવા 0286-2220800,

0286-2220801, તેમજ નેપાળ પૂરની પરિસ્થિતિ માટે ઇમર્જન્સી

સંપર્ક નંબર +9779131

6807 તેમજ +977970 910 7500 પર વોટ્સએપ દ્વારા પણ જાણ કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati