Sunday, 24 Jan, 8.26 pm Hindusthan Samachar

ખાસ ખબર
પાકિસ્તાન બોર્ડર પર, 18 જાન્યુઆરી એ ઈજાગ્રસ્ત થયેલો લશ્કરી જવાન શહીદ થયો

રાજૌરી/નવી દિલ્હી, 24 જાન્યુઆરી ( હિ.સ.) રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત સૈન્યનો જવાન રવિવારે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. શહીદ જવાનની ઓળખ નિશાંત શર્મા તરીકે થઈ છે.

ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીના રોજ પાકિ સેનાએ રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં આવેલ ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી, ભારે ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં નિશાંત શર્મા નામનો સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ જવાન ઉધમપુરની કામદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. રવિવારે સારવાર દરમિયાન જવાને પોતાના ઘાયલની પીડાથી દમ તોડી દીધો હતો.


હિન્દુસ્થાન સમાચાર / બલવાન /હિતેશ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top