Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાલીતાણામાં પૂર અને ફ્લેશ ફ્લડની સ્થિતિને લઈ મોકડ્રીલ યોજાઈ

પાલીતાણામાં પૂર અને ફ્લેશ ફ્લડની સ્થિતિને લઈ મોકડ્રીલ યોજાઈ

ભાવનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) સંભવિત પૂર અને અચાનક સર્જાતી ફ્લેશ ફ્લડની પરિસ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતા ચકાસવા માટે પાલીતાણા ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, તાલુકા વહીવટીતંત્ર અને એન.ડી.આર.એફ. ટીમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી મોકડ્રીલમાં વિવિધ ઇમરજન્સી એજન્સીઓની કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલ દરમિયાન પાલીતાણા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા ફ્લેશ ફ્લડની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સ્થાનિક ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલરૂમને પરિસ્થિતિની માહિતી આપી એન.ડી.આર.એફ. ટીમની મદદની જરૂરિયાત અંગે જાણ કરવામાં આવી હતી.

સૂચના મળતા જ ફાયર બ્રિગેડ, પોલીસ, 108 ઇમરજન્સી સેવા તેમજ એન.ડી.આર.એફ.ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એન.ડી.આર.એફ. દ્વારા શોધ અને બચાવ કામગીરી, ફ્લડ રેસ્ક્યુ તેમજ પ્રાથમિક સારવારની કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું.

મોકડ્રીલનો મુખ્ય હેતુ પૂર અને ફ્લેશ ફ્લડ જેવી આપત્તિ સમયે વિવિધ સરકારી અને ઇમરજન્સી એજન્સીઓ વચ્ચેના સંકલન, ઝડપી પ્રતિભાવ અને બચાવ કામગીરીની કાર્યક્ષમતા ચકાસવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

મોકડ્રીલમાં પાલીતાણા તાલુકાના વહીવટી અધિકારીઓ, પોલીસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, એન.ડી.આર.એફ. ટીમ, તલાટી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કવાયત દ્વારા આપત્તિના સમયે તાત્કાલિક અને અસરકારક બચાવ કામગીરી માટે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati