Dailyhunt
પારડી હાઈવે પર ગટરનું ઢાંકણું તૂટતાં, ફોનમાં વ્યસ્ત વેપારી ડ્રેનેજમાં ખાબક્યા

પારડી હાઈવે પર ગટરનું ઢાંકણું તૂટતાં, ફોનમાં વ્યસ્ત વેપારી ડ્રેનેજમાં ખાબક્યા

વલસાડ, 07 એપ્રિલ (હિ.સ.): વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્થાનિક દુકાનદાર અચાનક ગટરમાં ખાબક્યા હતા. ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આસપાસના લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

માહિતી મુજબ, દુકાનદાર પોતાની દુકાન સામે ગટરના ઢાંકણા પર ઊભા રહી ફોન પર વાત કરી રહ્યા હતા.

તે દરમિયાન જૂનું અને નબળું પડી ગયેલું ઢાંકણું અચાનક તૂટી પડતાં તેઓ સીધા ઊંડી ડ્રેનેજમાં પડી ગયા. ઘટના બનતાં જ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને મહેનત કરીને તેમને બહાર કાઢ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati