Dailyhunt
પાટણ નગરપાલિકામાં હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગ પ્રક્રિયાને કારણે 6 એપ્રિલથી વેરા સ્વીકારવાનું કામ શરૂ થશે

પાટણ નગરપાલિકામાં હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગ પ્રક્રિયાને કારણે 6 એપ્રિલથી વેરા સ્વીકારવાનું કામ શરૂ થશે

પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં નવા નાણાકીય વર્ષ 2026-27 માટે સંયુક્ત વેરા સ્વીકારવાની કામગીરી 6 એપ્રિલ, 2026થી શરૂ થશે. હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગ પ્રક્રિયાને કારણે 5 એપ્રિલ, 2026 સુધી તમામ ઓનલાઇન સેવાઓ બંધ રાખવામાં આવી છે.

રાજ્ય સ્તરે વેરા શાખાના કોમ્પ્યુટરો અને ડેટા અપડેટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

નવા વર્ષ મુજબ સોફ્ટવેર અપડેટ થવાના કારણે ટેકનિકલ કારણોસર હાલ વેરા સ્વીકાર કામગીરી સ્થગિત રાખવામાં આવી છે.

સોફ્ટવેર અપડેટ પૂર્ણ થયા બાદ 6 એપ્રિલથી નગરપાલિકામાં નિયમિત રીતે વેરા ભરવાની સેવા ફરી શરૂ થશે. નાગરિકોને માહિતી મળે તે માટે વેરા શાખાની બહાર સૂચના પણ પ્રદર્શિત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati