Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણમાં મતદાન મથકોની સુધારા યાદી પ્રસિદ્ધ, 14 જુલાઈ સુધી વાંધા-સૂચનો મંગાવાયા

પાટણમાં મતદાન મથકોની સુધારા યાદી પ્રસિદ્ધ, 14 જુલાઈ સુધી વાંધા-સૂચનો મંગાવાયા

Hindusthan Samachar 3 months ago

પાટણ, 07 જુલાઈ (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ પાટણ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ પાટણ સંસદીય મતવિસ્તાર હેઠળના રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોના મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીનો મુસદ્દો જાહેર કર્યો છે.

આ યાદીનું જાહેર નિરીક્ષણ 14 જુલાઈ, 2026 સુધી સંબંધિત મતદાન મથકો, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મામલતદાર, પ્રાંત અધિકારી તથા કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર કરી શકાશે.

મતદારો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકો યાદીનું અવલોકન કરી શકશે.

યાદી અંગે કોઈ વાંધો કે સૂચન હોય તો તે 14 જુલાઈ, 2026 સુધી કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં લેખિતમાં રજૂ કરી શકાશે. જિલ્લા ચૂંટણી તંત્રે તમામ મતદારોને સમયમર્યાદામાં સૂચનો આપી ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati