Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણમા મોટા લક્ષ્‍‍મીનગરમાં પાણીની પાઇપલાઇન તૂટવાથી થયેલી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ

પાટણમા મોટા લક્ષ્‍‍મીનગરમાં પાણીની પાઇપલાઇન તૂટવાથી થયેલી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ

પાટણ, 01 મે (હિ.સ.) : મોટા લક્ષ્‍મીનગર વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા ભારે સમસ્યા ઊભી થઈ હતી. બળિયા હનુમાન મંદિરના ગેટ પાસે પાણીના વિસર્જનથી રસ્તા પર જમાવટ થઇ જતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ અંગે જાણ થતાં જ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જીસીએબી મશીનથી પાઇપલાઇનનું સમારકામ તાત્કાલિક શરૂ કર્યું, જે પરિણામે પાણીની સમસ્યાનો ઉપાય ટૂંકી વેળામાં મળી ગયો.

આ કાર્ય દરમ્યાન, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર ડો. બાબુભાઈ પ્રજાપતિ સ્થળ પર હાજર રહ્યા હતા અને કર્મચારીઓની તાત્કાલિક કામગીરી માટે માર્ગદર્શન પૂરી પાડ્યું. તેઓએ કર્મચારીઓની પરિશ્રમ અને કાર્યક્ષમતા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

વોર્ડ નંબર 6 ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ડો. બાબુભાઈ પ્રજાપતિ, નિલમભાઈ પટેલ, મીનાબેન સોલંકી અને કિંજલબેન પટેલ દ્વારા સંયુક્ત રીતે તાત્કાલિક કામગીરી શરૂ કરી અને વોર્ડના રહેવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓની ખોટને દૂર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati