Dailyhunt
પાયરકા શાળામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઊર્જાભેર ઉજવાઈ, વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને પ્રેરણાનો સંદેશ

પાયરકા શાળામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઊર્જાભેર ઉજવાઈ, વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને પ્રેરણાનો સંદેશ

કચ્છ, 14 એપ્રિલ (હિ.સ.) : નખત્રાણા તાલુકાના પાયરકા ગામે આજે મખાણા શાળાની પેટાવર્ગ પાયરકા શાળામાં Dr. B. R. Ambedkarની 135મી જન્મજયંતિ નિમિત્તે ભાવભીની અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાલવાટિકા થી લઈને ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમગ્ર વાતાવરણને ઉજાસમય બનાવી દીધું હતું.

કાર્યક્રમની શરૂઆત બાબાસાહેબના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારી ડ્રાઈવર કાનજીભાઈ તેમજ તેમના સાથી દીપકભાઈ માતંગ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પાયરકા ગામના અગ્રણી હિંગણા પેથાભાઈ અને હિંગણા પરબતભાઈએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

શાળાના શિક્ષક વિજયભાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા બાબાસાહેબના જીવન સંઘર્ષ, તેમની શિક્ષણ પ્રત્યેની લાગણી અને સમાજ સુધારણા માટેના તેમના યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે "શિક્ષણ લો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો" જેવા પ્રેરણાદાયક સૂત્રનું મહત્વ સમજાવી બાળકોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા ગીત, ભાષણ અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પણ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં દેશભક્તિ અને સામાજિક સમાનતાનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા સાથે સાથે સમાનતા, એકતા અને માનવતા જેવા મૂલ્યો વિકસાવવાનો રહ્યો હતો. અંતે સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ બાબાસાહેબના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati