Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોલીસે બરડા ડુંગર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી.

પોલીસે બરડા ડુંગર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી.

પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા માં આવેલ બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી કરતાં ફૂલજરનેશ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી બે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજિત રૂ.

46,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો સામાન તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, દરોડાની જાણ થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.આ કેસમાં કાના જેસાભાઈ મોરી અને બધા જેસાભાઈ મોરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે રાણાવાવ પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati