Dailyhunt

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક.

પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ. ડી. ધાનાણી એ નોડલ અધિકારીઓને ફરજો સોંપતો આદેશ કર્યો છે.જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિયત માર્ગદર્શિકા મુજબ ઉપરાંત નિષ્પક્ષ ન્યાય અને પારદર્શક રીતે યોજાય તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી કામગીરી માટે જુદા જુદા નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા, પોલિંગ સ્ટાફ-મેન પાવર, ચૂંટણીલક્ષી તાલીમ, મતદાર યાદી, બેલેટ પેપર/પોસ્ટલ બેલેટ ચૂંટણી ખર્ચ દેખરેખનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતાની સંકલિત કામગીરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર માટે સંલગ્ન તાલુકા વિકાસ અધિકારી અને શહેરી વિસ્તારમાં સલગ્ન ચીફ ઓફિસર તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર (પ્રોજેક્ટ) આચારસંહિતાના નોડલ અધિકારી તરીકે કામગીરી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati