Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોરબંદરમાં હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા 23 વર્ષીય યુવાનનું ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું

પોરબંદરમાં હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા 23 વર્ષીય યુવાનનું ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું

પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરની

અવધ-આશીર્વાદ હોસ્પિટલમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતા અંદર ફસાયેલા 23 વર્ષીય યુવાનનું ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમે સફળતા પૂર્વક રેસ્ક્યુ

કર્યું હતું.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે

અવધ આશીર્વાદ હોસ્પિટલ ખાતે લાઇટ કાપને કારણે લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. આ દરમિયાન લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ જતાં ઘટનાની

જાણ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગને

કરવામાં આવી હતી.જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને

લિફ્ટમાં ફસાયેલા યુવાનને બહાર કાઢવા માટે

રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ફાયર ટીમના

જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી

અંદર ફસાયેલા 23 વર્ષીય યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

ફાયર એન્ડ ઈમરજન્સી

સર્વિસીસ વિભાગની સમયસરની કામગીરીને કારણે

યુવાનનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં પરિવારજનોએ

રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનામાં યુવાનને બહાર

કાઢ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં

આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati