Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોરબંદરમાં RMC પ્લાન્ટ માંથી રૂ.1.90 લાખના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદરમાં RMC પ્લાન્ટ માંથી રૂ.1.90 લાખના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના

કોલીખડા વિસ્તારમાં આવેલા

વિકાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના

આર.એમ.સી. પ્લાન્ટ માંથી બેચિંગ

મશીનના કોપર વાયરની ચોરીના

ગુનાનો ઉદ્યોગનગર પોલીસે ગણતરીના

કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને

ઝડપી પાડ્યા છે.

ચોરી થયેલા

60 કિલો કોપર વાયરની કિંમત રૂ.1.90 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં ઈરફાન નીઝામભાઈ સોરવદી (ઉ.વ.26), રહે.

ગુંદલા ગામ, તા.મુન્દ્રા,જી.કચ્છ અને સંજય રાજુભાઈ સોલંકી (ઉ.વ.23), રહે. જુનાગઢને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ઈમરાન યુસુબભાઈ શેખ (ઉ.વ.30), રહે. વિરમગામ, અમદાવાદ તથા સન્ની વિજુભાઈ સોલંકી (ઉ.વ.24), રહે. રાજકોટના નામ પણ ફરિયાદમાં સામે આવ્યા છે. ચોરીના ગુનાની તપાસ દરમિયાન ઉદ્યોગનગર પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીઓના રહેણાંક સ્થળે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઈરફાન તથા સંજયને શોધી કાઢી પોરબંદર લાવવામાં આવ્યા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન બંનેએ ચોરી અંગે કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.

આરોપીઓને આર્થિક જરૂરિયાત હોવાથી રાત્રિના સમયે વાયર કટીંગના સાધનો સાથે રેકી કરી કોપરના વાયરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ સંજય સોલંકી સામે અગાઉ જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati