Sunday, 24 Jan, 8.33 pm Hindusthan Samachar

ખાસ ખબર
પોષ સુદ અગિયારસ નાં પાવન પર્વ પર ભક્ત દ્વારા ગાયનું દાન કર્યું.

મોડાસા, 24 જાન્યુઆરી (હિ. સ.) ગોગા મહારાજ વિજયસિંહ રાઠોડ દ્વારા ભગવાન શામળીયાના દરબારમાં દુધ આપતી ગાય.નુ દાન કરીને પુન્ય પ્રાપ્ત કર્યું. ભક્તો દ્વારા ભગવાન શામળીયાના દરબારમાં જુદા જુદા પ્રકારે દાન પુણ્ય કરતા હોય છે. આજરોજ પોષ સુદ અગિયારસ નાં પાવન દિને ગોગા મહારાજ વિજયસિંહ રાઠોડ દ્વારા ભગવાન શામળીયાના દરબારમાં દરરોજ સાત લીટર દૂધ આપતી ગાય.નુ દાન કર્યું હતું અને ભગવાન શામળીયાને સુંદર વાંધો તથા ધજા પણ શિખર પર ચઢાઇ નેં પુન્ય પ્રાપ્ત કર્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ગાયનું દાન સ્વિકાર કરી ને ગાય નેં મંદિર ની ગોશાળા. માં મોકલી આપી હતી. આમ ભક્તો ભગવાન નાં ચરણોમાં જુદી-જુદી રીતે દાન પુણ્ય નો લહાવો લે છે.

હિન્દુસ્તાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top