Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ, નુવાકોટના વિદુર પહોંચ્યા, રાહત કામગીરીની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ, નુવાકોટના વિદુર પહોંચ્યા, રાહત કામગીરીની સમીક્ષા કરી

કાઠમંડુ,27 ઓગસ્ટ (હિ.સ.) નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ ગુરુવારે બપોરે નુવાકોટના રાસુવા અને વિદુર પહોંચ્યા. તેઓ ભોટેકોશી નદીના પ્રચંડ પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને ગુમ થયેલા વ્યક્તિઓ માટે અસરકારક શોધ અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે રોડ માર્ગે પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી શાહે, વિદુર નગરપાલિકાના લશ્કરી તાલીમ કેન્દ્ર ખાતે વહીવટી અને સુરક્ષા એજન્સીઓના વડાઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત માળખાગત વિકાસ મંત્રી સુનીલ લમસલ, માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી ડૉ. વિક્રમ તિમિલસિના, બાગમતી પ્રાંતના મુખ્યમંત્રી કિરણ થાપમગર અને નેપાળ સેનાના વડા અશોકરાજ સિંગડેલ પણ હાજર હતા.

નુવાકોટના મુખ્ય જિલ્લા અધિકારી શંભુ પ્રસાદ રેગ્મી અને જિલ્લા પોલીસ વડા વિપિન રેગ્મી સહિતના અધિકારીઓએ પ્રધાનમંત્રી અને અન્ય અધિકારીઓને પૂરને કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાનની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati