Sunday, 24 Jan, 8.28 pm Hindusthan Samachar

ખાસ ખબર
પ્રધાનમંત્રી મોદી, 25 જાન્યુઆરી ના રોજ બાળ શક્તિ એવોર્ડ ની સન્માનિત બાળકો સાથે વાત કરશે

નવી દિલ્હી, 24 જાન્યુઆરી (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરી ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ (પીએમઆરબીપી) ના વિજેતાઓ સાથે વાત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. ભારત સરકાર, પ્રધાનમંત્રી બાલ શક્તિ પુરસ્કાર એવોર્ડ થી વિશિષ્ટ બાળકો ને સન્માનિત કરે છે.


નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી જેવા ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને, બાલ શક્તિ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે, દેશ આખામાં આ શ્રેણી હેઠળ 32 અરજદારોની પસંદગી, બાળ શક્તિ પુરસ્કાર 2021 માટે કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્‍મી /હિતેશ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top