Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રથમ વરસાદે જ VMCની પોલ ખોલી: બિલ-કલાલી-અટલાદરામાં ગટર લાઈન ધસી, રહીશોમાં ભારે રોષ

પ્રથમ વરસાદે જ VMCની પોલ ખોલી: બિલ-કલાલી-અટલાદરામાં ગટર લાઈન ધસી, રહીશોમાં ભારે રોષ

Hindusthan Samachar 4 months ago

વડોદરા, 07 જુલાઈ (હિ.સ.) : શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. બિલ, કલાલી અને અટલાદરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને પ્રકૃતિવિલા અને રોઝડેલ વાટિકા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ નાખવામાં આવેલી ગટર લાઈનની જમીન ધસી જતાં રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સામાન્ય વરસાદમાં જ આખી ગટર લાઈનની ચરી બેસી જતાં સ્થાનિકોએ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

સ્થાનિક રહીશોએ અનોખી રીતે શ્રીફળ વધેરી તંત્રની કામગીરીને બિરદાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો નવી ગટર લાઈન પ્રથમ વરસાદમાં જ ધસી જાય તો કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.

રહિશોએ જણાવ્યું કે ધસી ગયેલી ગટર લાઈનને કારણે શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. છતાં તંત્ર દ્વારા સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિકોના આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે નીચી ગુણવત્તાની કામગીરી કરી છે. તેમણે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તેમજ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati