Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રેમિકા હોસ્પિટલમાં દાખલ થતાં, આધેડ પ્રેમી ફરાર, સારવાર દરમિયાન યુવતીનું મોત

પ્રેમિકા હોસ્પિટલમાં દાખલ થતાં, આધેડ પ્રેમી ફરાર, સારવાર દરમિયાન યુવતીનું મોત

સુરત, 27 ઓગસ્ટ (હિ.સ.): રાજસ્થાનથી ચાર દિવસ પહેલાં 45 વર્ષીય વ્યક્તિ સાથે સુરત આવેલી 19 વર્ષની યુવતીનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. યુવતીની તબિયત અચાનક બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થયા બાદ તેની સાથે આવેલ વ્યક્તિ ત્યાંથી ગાયબ થઈ ગયો હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસ પણ તપાસ માટે સુરત પહોંચી છે.

પરિવારના જણાવ્યા મુજબ, યુવતીને પ્રેમજાળમાં ફસાવીને આરોપી પહેલા અમદાવાદ અને ત્યારબાદ સુરત લાવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેણે યુવતીના પરિવારને વોટ્સએપ પર હોસ્પિટલના ફોટા મોકલી તેની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. થોડા જ સમયમાં તેણે મોબાઇલ સ્વીચ ઓફ કરી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારને મેસેજ મળતાં જ તેઓએ સુરતમાં રહેતા પરિચિતોને હોસ્પિટલ મોકલ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

પ્રાથમિક તપાસમાં યુવતીના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. શ્વાસની તકલીફ અને હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ ઓછું હોવાના કારણે મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ, પરિવારજનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati