Dailyhunt
રાધનપુર કોર્ટનો નિર્ણય: અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારોને રૂ.1.11 કરોડ વળતર ચૂકવવાનો આદેશ

રાધનપુર કોર્ટનો નિર્ણય: અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારોને રૂ.1.11 કરોડ વળતર ચૂકવવાનો આદેશ

પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા એક અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારોને કુલ ₹1,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદો ટ્રિબ્યુનલના જજ આર. આર. ચૌધરી દ્વારા આપવામાં આવ્યો હતો.

આ અકસ્માત 3 ઓક્ટોબર, 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે થયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે અથડામણ થતાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ તેજાભાઈ પરમાર અને સરકારી શિક્ષક માધાજી લાખાજી ઠાકોરનું મોત થયું હતું.

કેસમાં મૃતક ટોકરભાઈના પરિવારજનોએ ₹50 લાખ અને માધાજીના પરિવારજનોએ ₹3 કરોડ વળતરની માંગણી કરી હતી. બંને પક્ષોએ તેમના વકીલ મારફતે રાધનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

કોર્ટે બંને મૃતકોની આવક અને ભવિષ્યની સંભવિત આવકના આધારે નિર્ણય આપ્યો હતો. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200 વળતર ચૂકવવા કાર ચાલક અને વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati