Dailyhunt
રાજકોટ ગરેડીયા કુવારોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

રાજકોટ ગરેડીયા કુવારોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

રાજકોટ, 02 એપ્રિલ (હિ.સ.) : રાજકોટ ગરેડીયા કુવા સ્થિત સેવા અને સમપર્ણના સાક્ષાત હાજરા હજુર દેવ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજની જન્મોત્સવની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ હતી.

અંદાજે દોઢસો વર્ષ પુરાણા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ ખાતે કોરોના પહેલા પંગતમાં બેસાડી ભકતજનોને પ્રસાદ પીરસાતો પણ કોરોના કાળ બાદ સંજોગો અને જગ્યાની સંકળામણને ધ્યાને રાખીને હવે ભકતજનોને પડિયામાં પ્રસાદરૂપે બુંદી, મોહનથાળ, ગાંઠીયા અને ગુલાબજાંબુ પીરસવામાં આવે છે.

જેનો અંદાજે 2500 જેટલા ભાવિકો નાતજાતના ભેદભાવ વગર લાભ લે છે.

આ ભવ્ય આયોજનમાં ગાયત્રી ઉપાસક ધનશ્યામ ઠકકરના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના

પરમભકત હસમુખ તન્ના, હિતેષ બહુછેતરીયા, અમીત મહેશભાઇ ચા વાળા, અશેાક કારીયા, ચેતન પુજારા, કાર્તિક ચોવટીયા તથા શિવજી ધોરૂનો સાથ અને સહકાર મળી રહે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati