Monday, 03 Aug, 7.19 pm Hindusthan Samachar

ખાસ ખબર
રક્ષાબંધનના પાવન પર્વે સુરતની સ્મીમેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સર્જાયા ભાવસભર દ્રશ્યો

સુરત, 03 જુલાઈ (હિ.સ) ભાઈ બહેનના પવિત્ર સ્નેહસંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના પર્વ પ્રસંગે દરેક ઘરમાં ઉલ્લાસ છવાયો હોય છે, પરંતુ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલાં કોરોનાગ્રસ્ત દર્દીભાઈઓ પોતાની બિમારીના કારણે ઘરથી દૂર હોય છે, ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા તબીબ અને નર્સિંગ બહેનોએ કોરોનાગ્રસ્ત દર્દીઓની બહેન બની તેમની સૂની કલાઈઓને રાખડીઓથી ભરી દીધી હતી. રક્ષાબંધન પર્વએ દર્દીઓને બહેનોની ખોટ ન સાલે તે માટે પરંપરાગતગત રીતે કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતી. નર્સ બહેનોના પ્રેમાળ વ્યવહારથી દર્દીઓ ભાવુક થયા હતાં, આંખોમાં આંસુ સાથે નર્સ બહેનોને મૂક આશિર્વાદ આપ્યાં, ત્યારે સ્મીમેરના કોવિડ વોર્ડમાં ભાવસભર દ્રશ્યો સર્જાયા હતાં.

નર્સ અને તબીબ બહેનોએ દર્દીઓને રક્ષાસૂત્ર બાંધી તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી. તેમણે એકસૂરે કહ્યું કે, 'રક્ષાબંધનમાં ઘરે ન જઈ શક્યા, પરંતુ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી તેનો અનેરો આનંદ છે. કોરોના પોઝિટીવ દર્દીઓ માટે રક્ષાબંધનની ઉજવણી શક્ય નથી હોતી, વળી દર્દીઓની બહેનોને ભાઈના સ્વાસ્થ્યની ચિંતા સતાવતી હોય છે, ત્યારે કોરોનાગ્રસ્તોની બહેનોની નવી ભૂમિકા અદા કરનાર નર્સ અને મહિલા ડોક્ટરોએ દર્દીઓને રક્ષાબંધનની સ્વપ્નવત લાગતી ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરી છે.

હિંદુસ્થાન સમાચાર / ભાવેશ ત્રિવેદી



Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top