Dailyhunt
રામાયણનું ટીઝર લોસ એન્જલસ પહોંચ્યું, નમિત મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી

રામાયણનું ટીઝર લોસ એન્જલસ પહોંચ્યું, નમિત મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ રામાયણનું પહેલું ટીઝર 2 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે રિલીઝ થયું હતું. ટીઝરમાં રણબીરને પહેલી વાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જેનાથી દર્શકોમાં ઉત્સાહ ફેલાયો હતો. જોકે, ભારત પહેલાં લોસ એન્જલસમાં ટીઝર લોન્ચ થવાથી સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો.

નિર્માતા નમિત મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે, લોસ એન્જલસમાં ટીઝરને પ્રથમ બતાવવાનો હેતુ ભેદભાવ કરવાનો નહોતો, પરંતુ રામાયણની વાર્તાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવાનો હતો. તેમણે કહ્યું, દુનિયા એક છે, રામાયણ એક છે, અને રામ એક જ છે.

નોંધનીય છે કે, લોસ એન્જલસના એક આઈમેક્સ થિયેટરમાં ટીઝરનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. ટીઝર રિલીઝ થયા પછી, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી, તેને ભારતીય દર્શકોનું અપમાન ગણાવ્યું હતું. કેટલાકે ફિલ્મની આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, નિર્માતાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનો ઉદ્દેશ્ય આ મહાકાવ્યને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો છે. આ ફિલ્મ દિવાળી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati