Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાંતલપુર તાલુકાના મઢુત્રામાં ₹5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાંતલપુર તાલુકાના મઢુત્રામાં ₹5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામની સીમમાં એલ.સી.બી. પાટણની ટીમે દરોડો પાડી રૂ. 5.43 લાખ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નર્મદા કેનાલના સાઇફન નજીક બાવળની ઝાડીઓમાં સંતાડેલો કુલ 2,208 બોટલનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્થળ તપાસ દરમિયાન ઝાડીઓમાં સંતાડેલો દારૂ મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ મામલે મઢુત્રા ગામના ઈશ્વરશંકરભાઈ કોલી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા તેમજ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati