Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ભરતી મેળો યોજાયો

સરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ભરતી મેળો યોજાયો

- ૧૪૭ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

ગીર સોમનાથ, 02 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી સરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો.

આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મિડિયાના જૂદા-જૂદા મધ્યમથી ઇન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં.

જેમાં કુલ ૧૬૩ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ભરતી મેળામાં સ્થાનિક સિલ્વર કન્ઝ્યૂમર- રાજકોટ, મુંદ્રા પોર્ટ- મુંદ્રા, CIE ઓટો મોટિવ- રાજકોટ અને મિત્સ્યુબીસી ઈલેટ્રિક ઓટોમોટિવ - સાણંદ નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.

જેમના દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેલા ૧૬૩ ઉમેદવરોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૧૪૭ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારોને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.

તદ્ઉપરાંત રોજગાર કચેરીના સી.એન.વી. ઈન્સ્પેકટર દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના વિશે ઉમેદવારો અને નોકરીદાતાઓને માહિતીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati