
પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) સરસ્વતી તાલુકાની રવિયાણા પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે આજે ઉત્સાહભેર કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કૃષ્ણ મહોત્સવ દરમિયાન બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો અને શિક્ષકોની ભાગીદારીથી સમગ્ર શાળા પરિસર ભક્તિમય અને આનંદમય બની ગયું હતું.
જન્માષ્ટમીની ઉજવણીથી શાળાનું વાતાવરણ જાણે કૃષ્ણમય બની ગયું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શિક્ષકોના આયોજન અને વિદ્યાર્થીઓના ઉત્સાહથી જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બની હતી. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો પ્રત્યેનો ભાવ વિકસે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

